ભારે મતદાનથી ચૂંટણી લડવૈયાઓ મૂંઝવણમાં : કાલે બપોર સુધીમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે

- text


ટંકારા તાલુકામાં સવારથી સટ્ટાબજાર ખુલી જતા હારજીત ઉપર દાવ લાગવા માંડ્યા

ટંકારા : ટંકારા તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૮૦% જેટલુ જંગી મતદાન થયા પછી રાજકીય આગેવાનો હાર જીતના આંકડા મેળવવા ખાનગીમાં ગ્રુપ બેઠકો ટેલીફોનિક સંપર્ક અને ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે અને હારજીત માટે આગોતરા એંધાણ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ મતદાતાઓ પણ ભારે શાણા બની ને પોતાનુ મન કોઈને કળવા દેતા નથી. દરેક ઉમેદવારના ટેકેદારને રૂડી લાગણીનો દેખાડો કરી રાજકિય ઉમેદવાર સામે રાજરમત રમીને તેમના તરફી હોવા ના ડોળ કર્યો હોવાથી ભારે મતદાન બાદ તમામ ઉમેદવારો બરાબરના મૂંઝાયા છે.

ટંકારાની સૌથી મોટી પંચાયતની વાત કરી તો ટંકારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અધધધ ૭૮.૪૧% મતદાન થયું છે ૯૦૨૬ મત માથી ૭૦૭૮ મત પેટીમાં પડ્યા છે જેથી શહેરના રાજકીય તજજ્ઞો કોના તરફ કેટલું મતદાન થયુ કોણ જીતશે અને કોણ હારશે એવુ આકલન કરી અંકોડા મેળવી રહ્યા છે. જો કે, હાલતો ઍકપણ ઉમેદવાર છાતી ઠોકી ને જીતવાનો દાવો કરી શકવાની સ્થિતીમાં નથી.પરતુ સટાબજારમાં ચુંટણીના ચુકાદો શું હશે ના ભાવ સાથે અત્યારથીજ બજાર ગરમ છે અને શરતો લાગવાનુ ચાલુ થઇ ગયુ છે. જે છેલ્લા ફેંસલા સુધી બજાર ગરમ રહશે. અને મહત્વની વાત એ છે કે પંચો કોણ બનશે એનો ફેસલો પરમેશ્વરે કરી પેટીમાં પેક કરી દીધો છે ત્યારે આવતી કાલે ચુંટણીપંચ એને જાહેર કરી મહોર લગાવી દેશે અને રોંઢા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text