મોરબીના જુનિયર રમેશ મહેતા મયુર બાપાને બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ

- text


છેલ્લા 17 વર્ષથી ગુજરાતી ફિલ્મ લાઈનમાં સંકળાઈ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ લોકોને હસાવનાર મયુર બાપાની વધુ એક સિદ્ધિ

મોરબી : મોરબીના મુઠી ઉંચેરા કલાકાર અને જુનિયર રમેશ મહેતા તેમજ મયુર બાપા તરીકે જાણીતા મયુરભાઈ પીઠડીયાને છેલ્લા 17 વર્ષથી ગુજરાતી ફિલ્મ લાઈનમાં યોગદાન આપવા બદલ અને ખાસ પોતાની જીવનની વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ લોકોને તંદુરસ્ત મનોરંજન પીરસી હસાવવા બદલ બેસ્ટ કોમેડી એકટર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટ ખાતે ગુજરાતી ફિલ્મ જગત માટે યોજાયેલા એક એવોર્ડ સમારોહમાં મોરબીના મયુર બાપાને આ સિદ્ધિ મળી છે.

તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજકોટના આંગણે ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા તમામ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્રના જાણીતા ફિલ્મ ડિરેકટર મહાવીરભાઈ રાઠોડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ ગુજરાતનાના નામી અનામી કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં મોરબીના જુનિયર રમેશ મહેતા તરીકે જાણીતા મયુર બાપાને પણ બેસ્ટ કોમડી એકટર તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાણીતા હીમસન ફિલ્મ દ્વારા પણ ગત તા. 19ના રોજ મયુર બાપાને કોમેડી એકટર તરીકેનો એવોર્ડ મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મયુર બાપા જાણીતા ગુજરાતી એકટર રમેશ મહેતાના અવાજમાં સંવાદો બોલીને લોકોને ખડખડાટ હસાવે છે. તેઓએ ગુજરાતી ફિલ્મો ઉપરાંત હિન્દી સિરિયલોમાં કામ કરી અને હાલમાં પોતાની યુટ્યુબ ચેનલ ઉપર જાત જાતના કોમેડી વીડિયો બનાવીને લોકોને હસતા રાખવામાં સક્રિય છે.સૌથી મહત્વની બાબત એ છે કે ઘણા સમયથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હોવા છતાં જીવનની આ કરુણ વાસ્તવિકતા વચ્ચે પણ તેઓએ હસતા રહીને અલગ અલગ માધ્યમો થકી લોકોને ભરપેટ હસાવે છે. આથી 17 વર્ષના આ બેસ્ટ કોમડી એકટરની તેમની કારકિર્દીને ધ્યાને લઈને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text