ટંકારા તાલુકામાં કુલ 80.46 ટકા મતદાન

- text


 

41728 પૈકી 33575 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

ટંકારા : ટંકારા તાલુકાની 22 ગ્રામ પંચાયતોમાં આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. તાલુકામાં કુલ મતદાન 80.46 ટકા જેટલું નોંધાયું છે. તાલુકામાં પુરુષ મતદારોની સંખ્યા 21219 છે.જેમાંથી 17536 એટલે કે 82.64 ટકા પુરુષોએ મતદાન કર્યું છે. જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 20509 છે. જેમાંથી 16039 એટલે કે 78.20 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે. જિલ્લામાં કુલ 33575 એટલે કે 80.46 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

- text