હળવદના કવાડિયા ગામે 107 વર્ષના સમુબાએ કર્યું મતદાન

- text


 

હળવદ : હળવદના કવાડિયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. આ દરમિયાન 107 વર્ષના સમુબેન શંકરભાઈ ઠાકોરે પણ મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવ્યો હતો. એક સદી વટાવી ચૂકેલા સમુબાએ મતાધિકારનો ઉપયોગ કરી અન્ય સૌ મતદારોને પણ મતદાન માટે પ્રેરિત કર્યા હતા.

- text