મોરબી જિલ્લામાં કાલે સોમવારે 147 સ્થળોએ વેકસીનેશન

- text


મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે 147 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં કોવિશિલ્ડના 17300 ડોઝ અને કોવેકસીનના 1700 મળી કુલ 19 હજાર ડોઝનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવનાર છે. આ વેકસીનેશન કેમ્પનો લાભ લેવા જીલ્લાના નાગરિકોને આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

- text