હળવદ તાલુકામાં કુલ 81.17 ટકા મતદાન

- text


 

71736 પૈકી 58230 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

હળવદ : હળવદ તાલુકાની 45 ગ્રામ પંચાયતોમાં આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. તાલુકામાં કુલ મતદાન 81.17 ટકા જેટલું નોંધાયું છે. તાલુકામાં પુરુષ મતદારોની સંખ્યા 37923 છે.જેમાંથી 31530 એટલે કે 83.14 ટકા પુરુષોએ મતદાન કર્યું છે. જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા 33813 છે. જેમાંથી 26700 એટલે કે 78.96 ટકા સ્ત્રીઓએ મતદાન કર્યું છે. જિલ્લામાં કુલ 58230 એટલે કે 81.17 ટકા મતદારોએ મતદાન કર્યું છે.

- text