ખેલદિલી ! ચૂંટણી પૂર્ણ થયા બાદ હરીફ સરપંચ – સભ્યોએ સાથે ચા-પાણી પીધા

- text


 

માળીયા વનાળિયા ગ્રામ પંચાયતના હરીફ ઉમેદવારોનું નિખાલસ રાજકારણ

માળીયા : મોરબીના ત્રાજપરમાંથી અલગ થઈ પ્રથમ વખત જ જ્યાં ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેવા માળીયા વનાળિયામાં આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિખાલસ રાજનીતિ જોવા મળી હતી જેમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી એક બીજાના હરીફ ઉમેદવારોએ મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં સાથે બેસી ચા – પાણી પી ખેલદિલી દર્શાવી હતી.

સામાન્યત: ચૂંટણી આવે એટલે વેરઝેર આવતા હોય છે અને મતના રાજકારણમાં કજિયા પણ સાથે જ હોય છે ત્યારે મોરબીના ત્રાજપરમાંથી અલાયદી પંચાયતનો દરજ્જો મેળવનાર માળીયા વનાળિયા ગામમાં આજે પ્રથમ વખત જ ચૂંટણી યોજાતા સરપંચ પદ માટે 4 અને સભ્ય પદ માટે આઠ વોર્ડમાંથી 22 ઉમેદવારો મેદાનમાં હતા.

- text

નવી – નવી પંચાયત બનતા સત્તાના સૂત્રો હાંસલ કરવા હરીફ ઉમેદવારોએ એડી ચોટીની તાકાત લગાવી પ્રચાર પ્રસારમાં પણ કોઈ કસર છોડી ન હતી. પરંતુ આજે જ્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે હરીફ ઉમેદવારો રાજકીય પક્ષાપક્ષીથી દુર રહી સાથે બેસી ચા પાણી પી અને નિરાંતનો શ્વાસ લઈ જે કઈ પણ પરિણામ આવે તે શિરોમાન્ય ગણવા પણ સર્વસંમતિ સાધી હતી.

- text