ગ્રામ પંચાયત ચૂંટણી : ટંકારા તાલુકામાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 8.67 ટકા મતદાન

- text


ટંકારા : ટંકારા તાલુકાની 22 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સવારથી જ ધીમી પણ મક્કમ ગતિએ મતદાન શરૂ થયું છે અને મતદારો સવારથી મતદાન કરવા માટે બુથ ઉપર કતારો લગાવી રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકાની 22 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે પ્રથમ બે કલાકમાં સરેરાશ 8.67 ટકા મતદાન નોંધાયું છે. જેમાં કુલ 41728 મતદારોમાંથી પુરુષ 2550 અને સ્ત્રી 1066 મળી કુલ 3616 લોકોએ મતદાન કર્યું છે. જો કે શરુઆતમાં ધીમીગતિએ મતદાન શરૃ ઘયા બાદ હવે મતદારોનો ઉત્સાહ મતદાન બુથ ઉપર દેખાતા બપોર સુધીમાં મતદાન થોડું વધે એવી શક્યતા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text