હળવદના ચરાડવામાંથી દારૂ – બિયર સાથે કલ્પેશ ઝડપાયો

- text


હળવદ : મોરબી એલસીબી ટીમે હળવદના ચરાડવા ગામેથી વિદેશી દારૂ – બિયરના જથ્થા સાથે કલ્પેશ બારોટ નામના શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમાં દરોડો પાડી કલ્પેશ મુકેશભાઇ વિશાણીના રહેણાક મકાનમાથી રોયલ સિલેક્ટ ડિલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ-6 કિમત રૂ.1800 તથા માઉન્ટ-6000 બિયરના ટિન નંગ-47 કિ.રૂ.4700 સહિત કુલ રૂ.6500નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text