મોરબીમાં 27 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મચ્છીપીઠ ઇદ મસ્જીદ પાછળ રહેણાંકમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 27 બોટલ સાથે એક આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં મોરબી મચ્છીપીઠ ઇદ મસ્જીદ પાછળ પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા નિજામભાઇ જુસબભાઇ કટીયા રહેણાંકમાંથી મેકડોવેલ્સ નં.1 વ્હીસ્કીની બોટલ નંગ-7 તથા રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 20 બોટલ મળી કુલ રૂ.12,500નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text