તાપણામાં સાડીનો છેડો પડતા દાઝેલા મહિલાનું મોત

- text


વાંકાનેરના ઢુંવા નજીક સિરામીક ફેકટરીમાં બનેલો બનાવ

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીક સિરામીક ફેકટરીમાં ઠંડીથી બચવા કરાયેલ તાપણામાં મહિલાનો સાડીનો છેડો પડી જતા દાઝી જતા સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક સન આર્ટ સિરામીક ફેકટરીમાં કામ કરતા સુકોતીબેન સુભાશભાઇ બહેરા તાપણામાં તાપતા હતા ત્યારે સાડીનો છેડો આગમા પડી જતા સૂકોતીબેન ગંભીર રીતે દાઝી જતા સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text