દિવ્યાંગ બાળકો માટે ઉમંગ ઉત્સવનું આયોજન

- text


મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત ઉમંગ ઉત્સવનું આયોજન થનાર છે. આ ઉમંગ ઉત્સવ દિવ્યાંગ (વિકલાંગ) બાળકોને સંગીત, નૃત્ય, નાટ્ય તેમજ લોકકલા અને રાજ્યના અમુલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા દર વર્ષે પ્રદેશકક્ષા તથા રાજ્યકક્ષાએ યોજાય છે. સરકાર માન્ય વિકલાંગ સંસ્થાના ૭ થી ૧૨ વર્ષના તથા માનસિક ક્ષતિગ્રસ્તના ૭ થી ૧૫ વર્ષના બાળકો ઉમંગ ઉત્સવની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

- text

આ સ્પર્ધામાં સંગીત, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય એમ કુલ ૪ વિભાગની સમૂહગીત, એકાંકી, લોકનૃત્ય, રાસ, ગરબા, વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, દુહા-છંદ-ચોપાઈ, લોક્વાર્તા એમ કુલ ૧૦ સ્પર્ધાઓ યોજાશે. ઉમંગ ઉત્સવમાં ભાગ લેવા ઇચ્છુક મોરબી જિલ્લાની સરકાર માન્ય દિવ્યાંગ બાળકોની સંસ્થાએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી પ્રવેશપત્ર મેળવી તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text