બ્યુટી ટિપ્સ : શિયાળામાં સૂકી સ્કિનને સોફ્ટ બનાવવા અજમાવો દસ નુસખા

- text


શિયાળામાં જેમ-જેમ ઠંડી વધતી જાય છે તેમ-તેમ સ્કિન સૂકી થતી જાય છે. સ્કિન પર રેશીઝ, ખંજવાળ આવવા જેવી સમસ્યા રહે છે. ચહેરાનો ગ્લો પણ ઘટે છે. શિયાળામાં વાતાવરણમાંથી મોઈશ્ચર ઘટી જતું હોય અને એમાં ડ્રાય અને ઠંડા પવનના કારણે સ્કિન ખરાબ થવા લાગે છે. આથી, શિયાળાની ઋતુમાં ત્વચાની વિશેષ સંભાળ રાખવી જરૂરી છે. એવામાં ત્વચા પર કેમિકલવાળા લોશન્સ લગાવવાને બદલે નેચરલ વસ્તુઓ લગાવવા સ્કિનની ડ્રાયનેસ દૂર કરી શકાય છે. તેના માટે ઉપાયો નીચે આપેલા છે, જે તમને ઉપયોગી થઈ શકે છે.

શિયાળામાં સૂકી સ્કિનને સોફ્ટ બનાવવાની ટિપ્સ

1. અડધી ચમચી ઓલિવ ઓઇલમાં એક ચમચી બરબરી ખાંડ મિક્સ કરી તેને ત્વચા પર સ્ક્રબ કરી શકાય છે. હળવા હાથે માલિશ કર્યા પછી ચહેરો પાણીથી સાફ કરી લો. આમ કરવાથી તમારા ચહેરા પર નિખાર બની રહેશે અને ચહેરો સોફ્ટ અને સુંદર બનશે.

2. શિયાળામાં રોજ સવારે નહાતાં પહેલાં તલનું તેલ નવશેકું ગરમ કરીને તેનાથી માલિશ કરીને નહાવું જોઈએ.

3. કેળાને ક્રૂશ કરીને તેમાં બે ચમચી મલાઇ કે દૂધ મેળવ્યા પછી આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ લગાવી ચહેરો નવશેકા પાણીથી સાફ કરી લો. આ ફેસપેક ચહેરા પર ગ્લો લાવશે.

4. નાળિયેર તેલ એ કુદરતી મોઇશ્ચરાઇઝર છે અને સ્ટીકીનેસ નથી કરતું અને ત્વચામાં લાંબા સમય સુધી ભેજ જાળવી રાખે છે. તેથી, જ બાળકોને નાળિયેર તેલથી માલિશ કરવાની સલાહ આપવામાં આવે છે.

5. સ્ટ્રોબેરીને ક્રશ કરીને મધ સાથે ચહેરા પર લગાવાથી ચહેરો મુલાયમ બને છે. સાથે જ ચહેરા પર નીખાર પણ જોવા મળે છે

- text

6. કીવીમાં વિટામીન સીથી ભરપૂર હોય છે કીવીને ક્રશ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાવી શકાય. જો ચહેરાની ત્વચા શિયાળામાં ખૂબ સૂકી બની જતી હોય તો સફેદ માખણ સાથે કીવીની આ પેસ્ટ ચહેરા પર 10 મિનિટ લગાવી ચહેરો પાણીથી સાફ કરી શકાય. તેનાથી ચહેરો મુલાયમ અને સુંદર બનશે.

7. શિયાળામાં હોઠ વારંવાર ફાટી જતાં હોય છે. રોજ રાત્રે સૂતાં પહેલાં હોઠ પર ઘી લગાવી શકાય તેમજ દૂધની મલાઇ પણ થોડી લઇને લગાવી શકાય.

8. શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે એલોવેરાના પલ્પને ચહેરા અને હાથ પર લગાવી તે સૂકાયા પછી તેને શુધ્ધ પાણીથી ધોઈ લો. એલોવેરા તમારી ત્વચાને નરમ બનાવે છે.

9. અડધો કપ દહીંમાં 3 ચમચી મધ મિક્સ કરીને તેમાં 3 ચમચી ખાંડેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી આ સ્ક્રબને આખા ચહેરા પર લગાવો અને 3-4 મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો. તેનાથી સ્કિન સૂકી થતા બચે છે.

10. બે ચમચી લીંબુનો રસ લઈને તેમાં એક મોટી ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર લગાવી 15 મિનિટ રહેવા દો. પછી પાણીથી ધોઈ નાંખો. આમ કરવાથી તમારી સ્કિનમાં મોઈશ્ચર જળવાઈ રહેશે.

Young woman applying cream to hands

મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text