વાંકાનેરના મહિકા ગામે અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

- text


પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સઘન તપાસ હાથ ધરી

વાંકાનેર : વાંકાનેરના મહિકા ગામે અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સઘન તપાસ હાથ ધરી છે.

- text

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના મહિકા ગામે નદીના પટ્ટમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને જીણવટભરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ નદીના પટ્ટમાંથી અજાણ્યા યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળ્યો છે. હાલના તબબકે બનાવનું સાચું કારણ કે મૃતકની ઓળખ મળી નથી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text