MCX વિક્લી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.538ની વૃદ્ધિ, ચાંદી રૂ.325 ઢીલી

- text


કોટનમાં 2,29,750 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.1,060નો ઉછાળોઃ રબરમાં નરમાઈ : સીપીઓ, મેન્થા તેલ, કપાસમાં સુધારો
બુલડેક્સ ફ્યુચર્સમાં 209 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 503 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 403 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3 થી 9 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 20,18,419 સોદાઓમાં કુલ રૂ.1,54,677.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 209 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 503 પોઈન્ટ તેમ જ એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 403 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

વિશ્વબજારમાં સપ્તાહના અંતે ડોલર ઈન્ડેક્સ વધતાં તથા બોન્ડ યિલ્ડ ઉંચકાતાં સોનામાં ફંડોની વેચવાલી વધી હતી, જેના લીધી વિશ્વબજારમાં સોનાના ભાવ સપ્તાહના અંતે ઔંશદીઠ 1775 ડોલર અને ચાંદીના ભાવ ઔંશદીઠ 22.16ના સ્તરે બોલાયા હતા ઘરેલૂ હાજર બજારની વાત કરીએ તો સપ્તાહના અંતે અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.49,400 અને 99.90ના રૂ.49,600 બોલાયા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજર ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.62,000ના સ્તરે બોલાયો હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 7,04,678 સોદાઓમાં કુલ રૂ.38,990.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,501ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,300 અને નીચામાં રૂ.47,501 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.538 વધી રૂ.47,939ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.365 વધી રૂ.38,396 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.46 વધી રૂ.4,785ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.61,165 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.62,040 અને નીચામાં રૂ.60,401 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.325 ઘટી રૂ.60,798 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.330 ઘટી રૂ.61,094 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.327 ઘટી રૂ.61,096 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 1,21,856 સોદાઓમાં રૂ.23,352.09 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.60 વધી રૂ.214.45 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.10 વધી રૂ.277ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.25 વધી રૂ.734.70 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.20.5 વધી રૂ.1,559.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.185ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 5,49,480 સોદાઓમાં કુલ રૂ.40,874.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,020ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,527 અને નીચામાં રૂ.5,009 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.439 વધી રૂ.5,406 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.40 ઘટી રૂ.292.30 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 14,508 સોદાઓમાં રૂ.1,814.01 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,708ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1760 અને નીચામાં રૂ.1701.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.46.50 વધી રૂ.1,760 બંધ થયો હતો. આ સામે રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,200ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,494 અને નીચામાં રૂ.17,950 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.238 ઘટી રૂ.17,996ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,094.40ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1129.30 અને નીચામાં રૂ.1094.40 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.11.90 વધી રૂ.1103.30 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.32 વધી રૂ.969.20 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.1,060 વધી રૂ.31,330 બંધ થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,23,703 સોદાઓમાં રૂ.17,918.67 કરોડનાં 37,399.800 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 5,80,975 સોદાઓમાં કુલ રૂ.21,072.18 કરોડનાં 3,428.233 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.2,297.15 કરોડનાં 1,08,240 ટન, જસતના વાયદાઓમાં રૂ.2,726.73 કરોડનાં 99,920 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.11,192.67 કરોડનાં 1,52,705 ટન, નિકલના વાયદાઓમાં રૂ.6,547.33 કરોડનાં 42,052.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.588.21 કરોડનાં 31,790 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,79,680 સોદાઓમાં રૂ.24,934.22 કરોડનાં 4,70,43,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 2,69,800 સોદાઓમાં રૂ.15,939.81 કરોડનાં 54,43,57,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.24 કરોડનાં 28 ટન અને કોટનના વાયદાઓમાં 7,017 સોદાઓમાં રૂ.718.34 કરોડનાં 229750 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 748 સોદાઓમાં રૂ.30.32 કરોડનાં 315.36 ટન, રબરના વાયદાઓમાં 110 સોદાઓમાં રૂ.2.43 કરોડનાં 133 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 6,626 સોદાઓમાં રૂ.1,062.68 કરોડનાં 95,980 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 13,083.851 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 760.801 ટન, એલ્યુમિનિયમમાં 10,215 ટન, જસત વાયદામાં 9,505 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,665 ટન, નિકલ વાયદામાં 2,763 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,425 ટન, ક્રૂડ તેલમાં 5,44,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,31,26,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 88 ટન, કોટનમાં 142450 ગાંસડી, મેન્થા તેલમાં 339.84 ટન, રબરમાં 85 ટન, સીપીઓમાં 83,540 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 18,608 સોદાઓમાં રૂ.1,563.64 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 8,785 સોદાઓમાં રૂ.685.80 કરોડનાં 9,755 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 7,857 સોદાઓમાં રૂ.741.78 કરોડનાં 8,852 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,966 સોદામાં રૂ.136.06 કરોડનાં 2,016 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,210 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 683 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 143 લોટ્સના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ ડિસેમ્બર વાયદો 13,957ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,166 અને નીચામાં 13,957ના સ્તરને સ્પર્શી, 209 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 100 પોઈન્ટ વધી 14,035ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,601ના સ્તરે ખૂલી, 503 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 300 પોઈન્ટ વધી 16,872ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી-22 વાયદો 5,245ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 5,578 અને નીચામાં 5,175 સુધી જઈ, સપ્તાહ દરમિયાન 403 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 285 પોઈન્ટ વધી 5,487ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 6,09,289 સોદાઓમાં રૂ.48,082.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,584.88 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.285.34 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.46,209.63 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text