મોરબીના નવયુગ સંકુલમાં પોસ્ટ કાર્ડ લેખન સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીના વિરપર ખાતે નવયુગ શૈક્ષણિક સંકુલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોસ્ટ કાર્ડ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં નવયુગ શૈક્ષણિક સંકુલ – વિરપર ખાતે આઝાદીના 75 વર્ષ પુર્ણ થતાં હોઈ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોસ્ટ કાર્ડ પત્ર લેખન સ્પર્ધાનું આયોજન એમ.કે.પરમાર (સિનિ.સુપિ.ઓફ પોસ્ટ રાજકોટ ડીવીઝન) અને સુરેન્દ્ર સિઘંલ (ડેપ્યુટી સુપ્રિ.અને નોડલ ઓફિસર રાજકોટ)ની સુચના મુજબ નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબીના પ્રમુખ પી.ડી.કાજીયા, આચાર્ય વાય.કે.રાવલના માર્ગદર્શન હેઠળ ધોરણ 4થી 12ના વિધાર્થીઓ માટે યોજવામાં આવી હતી. પોસ્ટ કાર્ડ પત્ર લેખન સ્પર્ધામાં આઝાદીના લડવૈયા અથવા મારા સ્વપ્નનું ભારત એ વિષય પર આધારિત પત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, દિલ્હીને લખેલ હતા.

આ કાર્યક્રમનું સફળતાપુર્વક સંચાલન વાય.કે.રાવલ, તુષારભાઈ પૈઝા, પ્રકાશભાઈ ગુગડીયા, શુકલાભાઇ, હિનેશભાઈ ભાલોડીયા, અંકિતાબેન અને મોરબી પોસ્ટ ઓફિસના પોસ્ટ ઇન્સ્પેક્ટર જે.આર.રાવલ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text