માળીયા હાઇવે ઉપરથી બ્રેઝા અને અલ્ટો કાર ચાલક પીધેલા પકડાયા

- text


માળીયા : માળીયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીક વાહન ચેકીંગ દરમિયાન પોલીસે એક બ્રેઝા અને અલ્ટો કાર ચાલકને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઈ બન્ને કાર કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ બનાવમાં માળીયા પોલીસે જલાલુદીનભાઈ તાજમહમદ જેડા નામના યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા કાર સાથે ઝડપી લઈ રૂ.6 લાખની બ્રેઝા કાર કબ્જે કરી હતી.

જ્યારે બીજા બનાવમાં ઓનેસ્ટ હોટેલ નજીકથી જ કચ્છના રમેશભાઈ ઉર્ફે ભોડી હઠાભાઈ લામકા નામના યુવાનને નશાની હાલતમાં અલ્ટો કાર સાથે ઝડપી લઈ રૂ.દોઢ લાખની કિંમતની કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text