હળવદના બુટવડા ગામની સીમમાં જમીન પચાવી પાડનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


હળવદના આસામીની જમીન પચાવી પાડવાનું કૃત્ય વેગડવાવ ગામના શખ્સોને ભારે પડ્યું

હળવદ : હળવદ તાલુકાના બુટવડા ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાતા નાયબ જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ભાડીયાકુવા પાસે બસ સ્ટેન્ડ રોડ ઉપર રહેતા વિજયકુમાર વ્રજલાલ અનડકટની બુટવડા ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર ૧૨૯ પૈકી ૧ વાળી જમીન વેગડવાવ ગામના વિરજીભાઈ અમરશીભાઈ દલવાડીએ તેમજ રેવન્યુ સર્વે નંબર ૧૨૯ પૈકી ૨ વાળી જમીન ઠાકરશીભાઈ વિરજીભાઈ દલવાડીએ પચાવી પાડી કબજો કરી લેતા આ મામલેફરિયાદી વિજયકુમાર વ્રજલાલ અનડકટની ફરિયાદને આધારે બન્ને વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

વધુમાં બુટવડા ગામની સીમમાં આવેલી કિંમતી જમીન ઉપર વેગડવાવના બન્ને શખ્સોએ વર્ષ ૨૦૦૨થી કબજો કરતા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવા અરજી કરી હોય જે મંજુર રહેતા નાયબ જિલ્લા પોલીસવડા એસસી, એસટી સેલના હર્ષ ઉપાધ્યાય દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text