સ્વીફ્ટ કારે હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા યુવાનનું મોત

- text


વાવડીથી બગથળા નકલંક મંદિરે બીજ ભરવા જતી વખતે બનેલી ઘટના

મોરબી : મોરબીના નાની વાવડી ગામેથી બગથળા નકલંક મંદિરે બીજ ભરવા જતા બાઈક સવારને સ્વીફ્ટ કારે હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણ આ મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા અનિલભાઈ રામજીભાઈ પડસુંબીયા અને તેમના કૌટુંબિક ભાઈ જયંતીભાઇ શીવાભાઈ પડસુંબીયા ગઈકાલે બીજ હોય બગથળા ગામે આવેલ નકલંક મંદિરે બીજ ભરવા જતા હતા ત્યારે દેવ ફનવર્ડ નજીક સામેથી આવતી સ્વીફ્ટ કાર નંબર GJ-03-DN-3270ના ચાલકે મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.

આ અકસ્માતમાં બાઈક ચાલક અનિલભાઈ રામજીભાઈ પડસુંબીયાને નાની મોટી ઇજાઓ પહોંચતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે જ્યારે તેમના કૌટુંબિક ભાઈ જયંતીભાઇ શીવાભાઈ પડસુંબીયાને પગમાં ફ્રેક્ચર અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ રીફર કરવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનવા મામલે અનિલભાઈ રામજીભાઈ પડસુંબીયાએ અકસ્માત સર્જી નાસી છૂટેલા સ્વીફટ કાર નંબર GJ-03-DN-3270ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી સ્વીફ્ટ કારના ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text