મોરબી જિલ્લાની 232 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ જામશે : ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

- text


મોરબી જિલ્લાની 303 માંથી 71 ગ્રામ પંચાયત સમરસ જાહેર : ફોર્મ પરત ખેંચતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું

મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં હવે ખરાખરીનો જંગ જામ્યો છે.ખાસ કરીને ગ્રામ પંચાયત સમરસ થવાથી વિકાસ માટે સરકારની વધારાની ગ્રાન્ટ મળવી સહિતના ફાયદા હોવાથી ચૂંટણી જાહેર થઈ ત્યાંથી અનેક ગામોમાં સમરસના અભિયાને જોર પકડ્યું હતું. આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગામના સમજુ આગેવાનોના સાર્થક પ્રયાસોથી મોરબી જિલ્લાની 303 માંથી 71 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ ચૂકી છે. જેથી હવે 232 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ જામશે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં નામકાન પત્રો ભરાયા બાદ ચકાસણી અને હવે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. મળતી માહિતી મુજબ 232 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો જંગ જામશે. મોરબી જિલ્લાની 71 ગ્રામ.પંચાયત જે સમરસ થઈ છે.તેમાં તાલુકા વાઇઝ જોઈએ તો મોરબી તાલુકાની 81 ગ્રામ પંચાયતમાંથી 22 સંપૂર્ણ સમરસ અને 10 અંશતઃ સમરસ તેમજ માળીયાની 35 ગ્રામ પંચાયતમાંથી 10 સંપૂર્ણ સમરસ અને 6 અંશત સમરસ અને હળવદની 62 ગ્રામ પંચાયતમાંથી 13 સમરસ, ટંકારાની 42 ગ્રામ.પંચાયતમાંથી 13 સમરસ, વાંકાનેરની 83 માંથી 16 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. આ 232 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે. એમાં ઘણી બધી અંશત સમરસ થઈ છે.જેમાં સરપંચની બિનહરીફ વરણી થઈ હોય સભ્યોની ચૂંટણી થશે. હજુ સત્તાવાર રીતે ફાઇનલ વિગતો હવે પછી જાહેર થશે.

- text

મોરબી તાલુકાની પૂર્ણત સમરસ ગ્રામ પંચાયતોમાં ફડસર, હજનાળી, ખાનપર, લૂંટાવદર, મોટી વાવડી, ગાંધીનગર, ચાચાપર, બંધુનગર, વોકડા, અણીયારી પીલુડી, વાંઘપર, વનાળિયા, નવા નાગડાવાસ, બહાદુરગઢ, રવાપર નદી, શક્તિનગર, ભરતનગર, અમરનગર, જસમતગઢ, રંગપર, શક્ત શનાળા ગામ છે. જ્યારે મોરબી તાલુકાની અંશતઃ રીતે સમરસ ગ્રામ પંચાયતોમાં કોયલી, માણેકવાડા, અદેપર, ખાખરાળા, જુના સાદુળકા, જુના નાગડાવાસ, કૃષ્ણનગર, હરિપર-કેરાળા, ભક્તિનગર, અમરેલી અને પેટા ચૂંટણીમાં ઘુંનડા (સજ્જનપર)નો સમાવેશ થાય છે.

જ્યારે માળીયા તાલુકાની સમરસ ગ્રામ પંચાયતોમાં ચમનપર, જાજાસર, મંદરકી, રાસંગપર, ભાવપર, ખીરસરા, જસાપર, વીરવિદરકા, મોટાભેલા, ચીખલી-વડુંસરનો સમાવેશ થાય છે. જ્યારે માળીયા તાલુકાની અંશત રીતે સમરસ થયેલ ગ્રામ પંચાયતોમાં લક્ષ્મીવાસ, વવાણીયા, મોટીબરાર, મેઘપર, નવાગામ, ફતેપર-સોનગઢનો સમાવેશ થાય છે.

ટંકારા તાલુકાની સમરસ અને અંશતઃ સમરસ ગ્રામ પંચાયત જોઈએ તો હડમતીયા, રાજાવડ, લખધીરગઢ, હમીરપર, સખપર, જોધપર (ઝાલા), વીરવાવ, ધ્રોલિયા, વાછકપર, મોટા ખીજડિયા, ઘુંનડા (ખાં), નેસડા (ખાં), મહેન્દ્રપુર, વાઘગઢ, મેઘપર(ઝા), ઉમિયાનગર, ખાખરા, કલ્યાણપર, દેવળીયાનો સમાવેશ થાય છે.

જ્યારે હળવદની સમરસ અને અંશતઃ સમરસ ગ્રામ પંચાયતમાં માનસર, વાંકીયા, ચુપણી, મિયાણી, સુંદરગઢ, બુટાવદર, કડીયાણા, ખેતરડી, ટિકર, સમલી, ચંદ્રગઢ, ચિત્રોડી, ધનાળા, ઘનશ્યામનગર (નવા ધનાળા), ગોલાસણ, પાંડાતીરથ, મંગળપુર, જુના અમરાપરનો સમાવેશ થાય છે.

- text