કુંતાશી અને હજનાળી ગામ વચ્ચેના રોડ અને પુલિયાના કામમાં ભ્રષ્ટાચારની રાવ

- text


યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા બંને ગ્રામજનોની માંગ

મોરબી: માળીયા અને મોરબી તાલુકાને જોડતા કુંતાશી અને હજનાળી ગામ વચ્ચેના રોડ અને નાલા-પુલીયાના કામમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ગ્રામજનો માંથી રાવ ઉઠી છે. આ સંદર્ભે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે.

- text

રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ કુંતાશી અને હજનાળી ગામ વચ્ચે નાલા અને પુલીયાનું કામ ચાલુ છે. આ કામ સરકારના નિયમ અને એગ્રીમેન્ટ મુજબ થવું જોઈએ. જે થતું નથી. આ ઉપરાંત કામમાં લોખંડ,સિમેન્ટ અને અન્ય મટીરીયલ નબળું વાપરવામાં આવે છે. આમ આ કામમાં ઘોર બેદરકારી આચરવામાં આવી રહી છે. તેમજ જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તેને બ્લેકલિસ્ટ કરવા બંને ગ્રામજનોએ માંગ કરી છે. વધુમાં આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે ત્યારે આ કામમાં વહેલી તકે યોગ્ય તપાસ કરવા અંતમાં માંગ ઉઠાવી છે.

- text