મોરબીના ડો. અલ્પેશ ફેફર IMA યુવા લીડર એવોર્ડથી સન્માનિત

- text


મોરબીઃ મોરબીના ડોક્ટર અલ્પેશ દામજીભાઈ ફેફરને IMA યુવા લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોક્ટર અલ્પેશ ફેફરને આ એવોર્ડ મળતાં ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text

મોરબીના જાણીતા ડોક્ટર અલ્પેશ દામજીભાઈ ફેફરને 14 નવેમ્બર, 2021ના રોજ નવી દિલ્હી ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) હેડક્વાર્ટર ખાતે ડોક્ટર કેતન દેસાઈ યુવા લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોક્ટર અલ્પેશ ફેફરને આ એવોર્ડ મળતાં તેમણે સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. IMA દ્વારા ડોક્ટર કેતન દેસાઈ યુવા લીડર એવોર્ડ મળતાં ચોતરફથી ડોક્ટર અલ્પેશ ફેફરને શુભકામનાઓ મળી રહી છે.

- text