ગ્રામ પંચાયત ચૂંટણી : પાંચમા દિવસે સરપંચ માટે 342 અને સભ્યો માટે 1494 ફોર્મ ભરાયા

- text


ચાર દિવસમાં સરપંચ માટે કુલ 604 અને સભ્યો માટે કુલ 2441 ફોર્મ ભરાયા

મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલ ફોર્મ ભરવાની ચાલી રહેલી પ્રક્રિયામાં આજે પાંચમા દિવસે સરપંચ માટે 342 અને સભ્યો માટે 1494 ફોર્મ ભરાયા હતા.જ્યારે ચાર દિવસમાં સરપંચ માટે કુલ 604 અને સભ્યો માટે 2441 ફોર્મ ભરાયા છે.

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા જેમ જેમ આગળ ધપી રહી છે. તેમ તેમ સરપંચ અને સભ્યો માટે દાવેદારી નોંધવવા ઉમેદવારોની કતારો જામી રહી છે. જેમાં આજે પાંચમા દિવસે સૌથી વધુ ઉમેદવારી નોંધાઇ છે. સરપંચ માટે 342 અને સભ્યો માટે 1494 ફોર્મ ભરાયા હતા. તાલુકા વાઇઝ જોઈએ તો મોરબી તાલુકામાં સરપંચ માટે 73, સભ્યો માટે 347, ટંકારામાં સરપંચ માટે 38, સભ્યો માટે 199, હળવદમાં સરપંચ માટે 73, સભ્યો માટે 273, વાંકાનેરમાં સરપંચ માટે 119, સભ્યો માટે 492 અને માળીયામાં સરપંચ માટે 39, સભ્યો માટે 183 ફોર્મ ભરાયા છે.

- text

આજ સુધી ભરાયેલા કુલ ફોર્મના તાલુકા વાઇઝ આંકડા જોઈએ તો મોરબી તાલુકામાં સરપંચ માટે 171, સભ્યો માટે 751, ટંકારામાં સરપંચ માટે 57, સભ્યો માટે 265, હળવદમાં સરપંચ માટે 112, સભ્યો માટે 391, વાંકાનેરમાં સરપંચ માટે 204, સભ્યો માટે 783 અને માળીયામાં સરપંચ માટે 60, સભ્યો માટે 246 ફોર્મ ભરાયા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

- text