મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા સામાન્ય સભામાં વડીલોનું સન્માન કરાશે

- text


મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજ આયોજિત સામાન્ય સભામાં આજીવન સભ્યો હોય એવા 70 વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું સન્માન કરવામાં આવશે.

- text

આગામી મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા સંભવિત જાન્યુઆરી-2022માં મળનાર છે. મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યો છે જેમને 70 વર્ષ તા. 31/12/2021 સુધીમાં પુરા કર્યા હોય તેવા પેન્શનર ભાઈઓ-બહેનોનું સન્માન કરવામાં આવનાર છે. જે માટે ફોર્મ તા. 10/11 થી તા. 15/12 સુધી જાહેર રજા સિવાય સોમવાર અને ગુરુવારના રોજ 10થી 11 કલાક દ૨મ્યાન મોરબી જિલ્લા પેન્શનર સમાજની કચેરીમાથી મેળવી તા. 20/12 સુધીમાં જમા કરાવી જવાનું રહેશે. ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મતારીખનો આધાર, પી.પી.ઓ. બુકની પહેલા પાનાની ઝેરોક્ષની નકલ રજૂ કરવાના રહેશે. રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયા રાખવામાં આવેલ છે, તેમ યાદીમાં જણાવેલ છે.

- text