હળવદ નજીક મામા – ભાણેજને કાર ચાલકે હડફેટે લેતા ઇજા

- text


મામા ભાણેજે અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને પીછો કરતા કારમાં હથિયાર નીકળ્યા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુરથી ભલગામડા જતા રોડ ઉપર ઉભેલા મામા અને ભાણેજને હડફેટે લઈ કાર ચાલક નાસી છૂટતા મામા ભાણેજે કારનો પીછો કરી હથિયાર ભરેલી કાર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ડાયાભાઇ સબળસંગભાઇ સોલંકી રાત્રીના સમયે પોતાના નવા બનતા કારખાનેથી પરત આવતા હતા ત્યારે ભાણેજની વાડી પાસે મોટર સાયકલ સાઈડમાં રાખી ઉભા હતા ત્યારે કેસરી કલરની ગાડીએ અકસ્માત સર્જી બન્નેને પછાડી ઇજાઓ પહોંચાડી હતી અને કાર ચાલક નાસી છૂટ્યો હતો.

- text

બાદમાં બન્ને મામા ભાણેજે કારનો પીછો કરતા આ કાર હળવદ નજીક ગેસ પુરાવવા ઉભી હોય કારમાં તપાસ કરતા કાર નંબર GJ 06 JQ 1455 વાળી પ્રતાપભાઇ કનુભાઇ પઢીયાર રહે.પાંડાતીરથ વાળાની હોવાનું અંદર બેઠેલા અનીલભાઇ વજાભાઇ કોળી તથા મુન્નાભાઇ દેવાભાઇ કોળી રહે.દીઘડીયા વાળાઓએ જણાવ્યું હતું અને કારની પાછળની સીટમાં તલવાર , કટાર જેવા ઘાતક હથિયાર હોવાનું જોવા મળ્યું હતું.

બાદમાં આ મામલે અકસ્માતનો ભોગ બનનાર ડાયાભાઇ સોલંકીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ અને મુન્ના કોળીની અટકાયત કરી હતી જ્યારે કાર માલિક પ્રતાપ પઢીયાર નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ત્રણેય વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૧૧૪ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text