માળીયાના નાના દહીંસરા નજીક બાઈક હડફેટે આધેડનું મોત

- text


માળીયા : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે પગપાળા જઈ રહેલા આધેડને અજાણ્યા મોટર સાયકલ ચાલકે હડફેટે લઈ પછાળી દેતા આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવ અંગે માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ નાના દહીંસરા ગામે રહેતા રતનશીભાઇ પરસોતમભાઇ ભટાસણાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના નાના ભાઈ રમેશભાઇ પરસોતમભાઇ ભટસણા ચાલીને જતા હતા ત્યારે એક અજાણ્યા મોટર સાયકલ ચાલકે અકસ્માત સર્જી તેમને પછાળી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ અંગે માળીયા પોલીસે અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text