મોરબીના જેલરોડ ઉપર બુલ ફાઈટ, લોકો ભયભીત

- text


વારંવાર આખલા યુદ્ધથી લોકોના જીવ ઉપર જોખમ, તંત્ર રખડતા ઢોરને ડબ્બે પુરવા નક્કર કાર્યવાહી કરે તેવી માંગ

મોરબી : મોરબીના જેલરોડ ઉપર ગઈકાલે મોડી સાંજે બે આખલાઓ વચ્ચે બરોબરની લડાઈ જમતા થોડીવાર માટે આ જાહેર માર્ગ ઉપર નાસભાગ મચી ગઇ હતી. ખાસ્સો સમય સુધી બન્ને આંખલાઓએ આ રીતે જાહેર રોડ ઉપર દંગલ મચાવીને ટ્રાફિકને બાનમાં લેતા લોકો ભયભીત બની ગયા હતા.

મોરબીના જેલરોડ ઉપર ગઈકાલે સાંજે બે આંખલાઓ અચાનક ભૂરાટા થઈને સમાસમાં શિંગડા ભરાવી દંગલ મચાવ્યું હતું. બન્ને આખલાઓએ ખાસ્સો સમય સુધી આ જાહેર રોડને યુદ્ધ ભૂમિ બનાવીને દંગલ મચાવતા વાહન ચાલકોને ત્યાંથી નીકળવું મુશ્કેલ બની ગયું હતું. જાહેર રોડ ઉપર આ રીતે બુલ ફાઈટથી વાહન ચાલકોમાં ભારે ગભરાહટ ફેલાયો હતો અને અમુક વાહન ચાલકોનો માંડ માંડ જીવ બચ્યો હતો. જો કે શહેરમાં તંત્રના પાપે બુલ ફાઈટના દ્રશ્યો સામાન્ય બની ગયા છે.લાંબા સમયથી રખડતા ઢોરનો સળગતો પ્રશ્ન હોવા છતાં તંત્ર માત્ર વાતોના વડા જ કરતું હોવાથી આખલા યુદ્ધના બનાવો રોજિંદા બન્યા છે. વારંવાર કોઈને કાઈ જાહેર માર્ગ કે શેરી ગલીમાં આખલા યુદ્ધ થતા લોકોના જીવ પડીકે બંધાય જાય છે. આ સમસ્યા હવે વધુને વધુ ગંભીર બની ગઈ હોવાથી તંત્ર આ મુદ્દે ગંભીર બને તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text