સમરસ થકી સુવિધાઓની વણઝાર સર્જન કરતું મોરબીનું નાનું એવું રાજપર ગામ

- text


ગ્રામજનો અને સરપંચના સહિયારા પ્રયાસથી રાજપરમાં લીલી નાઘેર, સ્ટ્રીટ લાઈટ, સીસી રોડ, બોટિંગ સુવિધા યુક્ત તળાવ અને ઘેર – ઘેર શૌચાલયથી સ્વચ્છતાનો સંદેશ

મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને હાલ અનેક ગ્રામ પંચાયત સમરસ થાય તેવા તનતોડ પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે, મોરબી નજીક આવેલી રાજપર ગ્રામ પંચાયત છેલ્લી સતત ત્રણ ટર્મ સમરસ થાય છે અને એક જ પરિવાર પાસે ગ્રામ પંચાયતની શાસનઘુરા છે. જેના કારણે આ ગામનો એક શહેર કરતાંય પણ ચડિયાતો વિકાસ થયો છે. હર્યાભર્યા વૃક્ષો, 100 ટકા સ્ટ્રીટ લાઈટ, સીસીરોડ,ભૂગર્ભ ગટર, શૌચાલય અને તળાવમાં બોટીંગની સુવિધાથી રાજપર ગામ આદર્શ ગામની હરોળમાં આવી ગયું છે.

મોરબીની રાજપર ગ્રામ પંચાયત છેલ્લા 15 વર્ષથી સમરસ થાય છે અને સમસ્ત ગ્રામજનોના સમર્થનથી ગામના એક જ મારવણીયા પરિવાર આ ગ્રામ પંચાયતની શાસનઘુરા સાંભળે છે.જેમાં આ 15 વર્ષમાં અગાઉ રમેશભાઈ ઓધવજીભાઈ મારવણીયા સરપંચ હતા અને બીજી ટર્મમાં કરમશીભાઈ દેવકરણભાઈ મારવણીયા સમરસ હતા. જ્યારે ત્રીજી ટર્મમાં મહિલા અનામત હોવાથી કરમશીભાઈના પુત્રવધૂ નીતિક્ષાબેન અમિતભાઈ મારવણીયા સરપંચ રહ્યા હતા. આજે 78 વર્ષની જૈફવૈયે પણ કરમશીભાઈ મારવણિયા ગામના વિકાસ કામો માટે સક્રિય છે.

કરમશીભાઈ મારવણિયા પોતાની દેખરેખ હેઠળ ગામના વિકાસ કામો કરાવી રહ્યા છે. તેમણે 10 વર્ષની અંદર 6 કરોડથી વધુના કામો કરાવ્યા છે. આ ઉપરાંત રૂ.4 કરોડની સમાજની વાડી લોકભાગીદારીથી બનાવી છે. 10 વર્ષ પહેલાં 9 વૃક્ષ હતા.આજે તેમના પ્રયાસથી 4 હજાર જેટલા વૃક્ષો અને છ બગીચાઓ છે. મહાનગર હોય તેવી રીતે મોટું તળાવ બનાવી બોટીંગની સુવિધા ઉપલબ્ધ કરી છે આ ગામને પર્યટન સ્થળ જેવું વિકસાવવામાં આવ્યું છે. સમરસ ગ્રાન્ટ તેમજ સંસ્થાના તેંમજ ગામલોકોને સહયોગથી 100 ટકા સ્ટ્રીટ લાઈટ, સીસીરોડ, ભૂગર્ભ ગટર, શૌચાલય અને સીસીટીવી કેમેરા, સચિવાલય અને તેમાં મહિલાને પગભર બનાવવા શિવણ કલાસ, સ્કૂલ, ઘરેઘરે નળ, બાયપાસ રોડ,સ્મશાનને પણ નંદનવન બનાવમાં આવ્યું છે. ગામની ગૌશાળામાં એક એક ગાયને દત્તક લેવામાં આવી છે. હાલ આ ગ્રામને સમરસ બનાવવાના પ્રયાસો ચાલુ છે અને જો ચૂંટણી થાય તો સારા ઉમેદવારને ઉભા રાખવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text