મોરબીમાં મધ્યરાત્રિએ બી નેગેટિવ બ્લડની જરૂરીયાત તાત્કાલિક પૂર્ણ કરતું યુવા આર્મી ‌ગ્રુપ

- text


મોરબી : મોરબીની બ્લડ આર્મી એટલે કે યુવા આર્મી દ્વારા ગત રાત્રે રેર બ્લડ ગ્રુપની શ્રેણી પૈકી એક એવા “બી નેગેટિવ” બ્લડની તાત્કાલિક જરૂરીયાત પુરી કરવા‌માં આવી હતી.

ગત રાત્રે મોરબીમાં વસતા જયાબેન જાદવને માથાની નસ ફાટી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ‌તપાસ દરમિયાન ઓપરેશનની જરૂરીયાત જણાય હતી અને આ ઓપરેશન માટે “બી નેગેટિવ” બ્લડની ઈમરજન્સી જરૂરીયાત ઉભી થઈ હતી. પરંતુ નેગેટિવ બ્લડ ગ્રુપ બહુ ઓછા લોકોને હોય છે, તેમાં ‌પણ “બી નેગેટિવ” બ્લડ ગ્રુપ માત્ર ‌2 ટકા લોકોને ‌જ હોય છે, માટે જે બ્લડ ‌ગ્રુપ દિવસમાં પણ ‌સહેલાઈથી ન મળે એ રાત્રે તો મળવું અશક્ય થઈ જતુ હોય છે. ‌‌જેના કારણે દર્દી‌ તથા પરિવારજનો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. આવી ‌મુશ્કેલીમાં જાગૃત નાગરિક દ્વારા દર્દીના પરીજનોને યુવા આર્મી ગ્રુપના‌ હેલ્પલાઇન (મો. 93493 93693) પર સંપર્ક કરાવી સમગ્ર માહિતી જણાવી હતી.

જેથી, ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલીયા દ્વારા તાત્કાલિક‌ સંસ્કાર બ્લડ બેંકમાં સંપર્ક કરી‌ 1 બોટલ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા ત્યાં જ કરી આપવામાં આવી તથા અન્ય 2 બોટલ યુવા આર્મી ગ્રુપના “બી નેગેટિવ” ગ્રુપવાળા સભ્ય‌ આદર્શભાઈ દંગી તથા‌ નિર્ભયભાઈ મેંદપરા દ્વારા રાત્રે જ બ્લડ બેંક પર પહોંચી બ્લડની ઈમરજન્સી ‌જરૂરિયાત‌ને પુરી પાડવામાં આવી હતી. જે‌ બદલ દર્દીના‌ પરીજનો દ્વારા આદર્શભાઈ તથા‌ નિર્ભયભાઈની આ‌ અમુલ્ય સેવાની પ્રશંસા કરી તેમજ આવી કપરી સ્થિતિમાં તેમની સાથે ઉભા રહેવા બદલ પિયુષભાઈ બોપલીયા તથા સંસ્કાર બ્લડ બેંકનો આભાર વ્યકત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text