મોરબીની સિરામીક ફેકટરીમાં ભાગીદારીના નામે હિંમતનગરના ડોકટર સાથે દગો

- text


લખધીરપુર રોડ ઉપર આવેલી સ્નો સિરામીક ફેકટરીના સંચાલક બે ભાઈઓ વિરુદ્ધ હિંમતનગરમાં ગુન્હો દાખલ

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સ્નો સિરામીક ફેકટરીમાં સ્લીપિંગ પાર્ટનરશિપના નામે મૂળ મોરબીના અને હાલ રાજકોટ રહેતા બે સંચાલકોએ દગો કરતા આ મામલે હિમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગરમાં રહેતા અને હોમિયોપેથ ક્લિનિક ચલાવતા ડો. ચુનીલાલ પટેલને અભ્યાસકાળ દરમિયાન સાથે ભણતા મળતા મોરબીના હિરેનભાઈ જીવનભાઈ ઝાલાવાડીયા સાથે ઓળખાણ હોઈ મિત્ર હિરેનભાઈ ઝાલાવાડીયા અને તેમના ભાઈ રોહિતભાઈએ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સ્નો સિરામીક નામે ફેક્ટરીમાં ભાગીદાર છુટા થતા હોવાથી ડોકટર ચુનીલાલને ભાગીદારી માટે ઓફર કરી નાણાકીય જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

વધુમાં સ્નો સીરામીકના ભાગીદાર હિરેન જીવનભાઈ ઝાલાવાડીયા, રહે. ૮૦૧, સીલ્પન ઓનિક્ષ, એપાર્ટમેન્ટ યુનિવર્સિટી રોડ રાજકોટ તથા રોહિત જીવનભાઈ ઝાલાવાડીયા રહે. ૮૦૧, સીલ્પન ઓનિક્ષ, એપાર્ટમેન્ટ યુનિવર્સિટી રોડ રાજકોટ વાળાઓએ વર્ષ-૨૦૧૬ના ડિસેમ્બર માસ દરમ્યાન તબીબ ચુનીલાલ પટેલ સાથે ભાગીદારી કરી વિશ્વાસ કેળવી રૂા. ૩૦ લાખ મેળવ્યા હતા અને તબીબે રૂા. ૩૦ લાખની માતબર રકમ આર.ટી.જી.એસ. મારફતે તેમને ચુકવી હતી.

- text

બાદમાં રાજકોટના યુનિવર્સિટી રોડ રોડ પર રહેતા અને મોરબીમાં સ્નો સિરામિક નામથી ફેક્ટરી ધરાવતા ફેકટરીના સંચાલકોએ ફેકટરીના સંચાલક બંધુઓએ કોરોનામાં ધંધો બંધ છે જેવા બહાના બતાવી હિસાબો તથા વહિવટ તેમની પાસે રાખી બેંક ખાતામાં પણ તેઓની સહિઓ રાખી હિસાબોમાં ગે૨૨ીતી કરી ફેકટરીનો રૂા.65 લાખનો કોલગેસ પ્લાન્ટ બારોબાર વેચી નાખ્યો હતો અને તેના નાણાં પણ હિસાબમાં ન બતાવી ગલ્લા તલ્લા કરવાનું શરૂ કરતા ભાગીદાર બનેલા હિંમતનગરના તબીબે બન્ને ભાઈઓ વિરુદ્ધ હિંમતનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવતા હાલ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text