કૃષિ કાયદા પરત ખેંચાતા ટંકારામાં કોંગ્રેસ દ્વારા કિસાન વિજય દિવસની ઉજવણી

- text


અગ્રણીઓની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ

ટંકારા : ટંકારામાં કોંગ્રેસ દ્વારા રેલી નીકાળી ફટાકડા ફોડી કિસાન વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિરોધી કાળા કાયદા પરત ખેંચવાની જાહેરાત કરાતા ખેડૂતોના સ્વાભિમાનમાં તા. 21ના રોજ મોરબી જિલ્લાના ટંકારા તાલુકા કોંગ્રેસ મથકેથી લતીપર ચોકડી સુધી જન-જાગરણ અભિયાન તથા સદસ્યતા સદસ્યતા અભિયાન અંતર્ગત પદયાત્રા રેલી કરી ફટાકડા ફોડી કિસાન વિજય દિવસની ઉજવણી કરવામાં આવી તથા જન-જાગૃતિ અર્થે ભાજપની ભ્રષ્ટ નીતિઓને ઉજાગર કરવા પત્રિકાનું વિતરણ કર્યું અને સદસ્યતા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી અને ગુજરાત કિસાન કોંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, ટંકારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, જિલ્લા ઑ.બી.સી. પ્રમુખ રાજુભાઇ જારીયા, મહામંત્રી દુષ્યંત ભૂત, તાલુકા ઑ.બી.સી. પ્રમુખ નીલેશભાઈ, ઓ.બી.સી. જિલ્લા મહામંત્રી મનસુખભાઇ, નંદાસના દકુભાઈ, મોરબી જિલ્લાના એ.સી. સેલના પ્રમુખ બળવંતભાઈ વોરા તથા સુરેશભાઈ, રમેશભાઈ, મનસુખભાઇ, માઇનોરિટી પ્રમુખ કડીવાલ મમ્મદભાઈ, રુસ્તમભાઈ, નીતિનભાઈ તથા તાલુકા/જિલ્લા પંચાયત સદસ્યો, ખેડૂતો, આગેવાનો અને કાર્યકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ ભુપતભાઇ ગોધાણી (પ્રમુખ, ટંકારા કોંગ્રેસ સમિતિ)ની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text