મોન્ટુ, પિન્ટુ, ચીંકી ચાલો બેગ તૈયાર કરો !! કાલથી ધોરણ 1થી 5 માટે સ્કૂલો ચાલુ

- text


કોરોના મહામારીમા બે વર્ષથી બંધ સ્કૂલો પુનઃ શરૂ કરવા રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા મહત્વની જાહેરાત

મોરબી : કોરોના મહામારીમાં છેલ્લા બે વર્ષથી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ છે અને ભૂલકાઓ ઓનલાઈન અભ્યાસ કરી કંટાળ્યા છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરી આવતીકાલે તા.22ને સોમવારથી રાજ્યમાં ધોરણ એકથી પાંચના વર્ગો ઓફલાઇન શરૂ કરવા જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ધોરણ એકથી પાંચમા પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા અંગે સુરત ખાતેથી મહત્વની જાહેરાત કરી આવતીકાલે તા.22 નવેમ્બરથી રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

- text

કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના 1થી 5 ધોરણના વર્ગો આવતીકાલથી ખુલશે. કોરોના હળવો પડતા શાળા સંચાલકો, વાલીઓ અને ધારાસભ્યો દ્વારા લાંબા સમયથી પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા માંગ કરવામાં આવી રહી હોય રાજ્ય સરકાર દ્વારા ગંભીર વિચારણાના અંતે આવતીકાલથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. તમામ શાળાઓએ કોવિડ ગાઈડલાઈન અને એસઓપીનું પાલન ફરજીયાત બનાવાયું છે.

દરમિયાન મોરબી જિલ્લામાં ધોરણ એકથી પાંચના બાળકો માટે શાળા શરૂ કરવા હજુ સુધી સતાવાર રીતે સરકાર તરફથી કોઈ સૂચના મળી ન હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text