જુના મનદુઃખનો ખાર રાખી નિતેશભાઇને પાઇપ અને લાકડીથી ફટકાર્યા

- text


વાંકાનેરના લુણસર ગામે મારામારીની ઘટનામાં ત્રણ સામે ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના લુણસર ગામે જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોએ નિતેશભાઇને પાઇપ અને લાકડીથી ફટકાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નિતેશભાઇ તખુભાઇ કડીવાર (ઉવ-૩૦ રહે-લુણસર તા.વાંકાનેર)એ આરોપીઓ મહેશ દલસુખભાઇ કડીવાર, પ્રકાશ દલસુખભાઇ કડીવાર, વિપુલ દલસુખભાઇ કડીવાર (રહે.ત્રણેય લુણસર તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ ના રોજ સાંજના સાડા છ એક વાગેના અરસામાં વાંકાનેરના લુણસર ગામે ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે અગાઉના મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને પાઇપ, લાકડી તથા ધોકા વડે માર મારી જમણા હાથમાં ફેકચર કરી તેમજ શરીરે મુંઢ ઇજા કરી મારી નાંખાવાની ધમકી આપી હતી.આથી તેઓને સારવાર અર્થે વાંકાનેરની હોસ્પીટલમાં ખસેડાયા હતા.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text