હવે મફતમાં હોર્ડિંગ્સ નહીં લાગે ! અંતે મોરબીમાં હોર્ડિંગ્સ બોર્ડનું ફી માળખું જાહેર

- text


પાલિકા દ્વારા શહેરની હદમાં સાદા બોર્ડના 650,લાઇટિંગ બોર્ડના 1500 અને એલઇડી બોર્ડના 2500 પ્રતિ ચોરસ મીટરના વાર્ષિક ભાવ નક્કી કરાયા

મોરબી : મોરબી શહેરમાં તેમજ નેશનલ અને સ્ટેટ હાઇવે તેમજ ખાનગી-જાહેર મિલ્કતો ઉપરાંત રેલવેની હદ વિસ્તારમાં મનપડે ત્યાં હોર્ડિંગ્સ બોર્ડ લગાવી કમાણી કરતી એડ એજન્સીઓ અને ખાનગી માલિકો ઉપર મોરબી નગરપાલિકા દ્વારા લગામ કસવામાં આવી છે. અત્યાર સુધી મફતમાં નાણાં કમાતા લોકોને હવે નગરપાલિકાએ નક્કી કરેલી ફી મુજબ લાયસન્સ લઈ ધંધો કરવો પડશે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોરબી શહેરમાં જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવતા જાહેરખબરના હોર્ડિંગ્સ બોર્ડ અંગે નીતિ તૈયાર કરી છે અને હવેથી શહેરમાં આવેલી કોઈપણ ખાનગી-જાહેર મિલ્કત, રેલવેની હદ વિસ્તારમાં લગાવવામાં આવતા હોર્ડિંગ્સ ઉપરાંત સ્ટેટ અને નેશનલ હાઇવે ઉપર ઉભા કરાયેલા હોર્ડિંગ્સ માટે લાયસન્સ પ્રથા અમલી બનાવી બોર્ડની કેટેગરી મુજબ વાર્ષિક ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

વધુમાં મોરબી નગરપાલિકા દ્વારા વિવિધ કેટેગરીમાં હોર્ડિંગ્સની ત્રણ ભાવ નક્કી કરાયા છે જે અન્વયે સાદા બોર્ડના 650,લાઇટિંગ બોર્ડના 1500 અને એલઇડી બોર્ડના 2500 પ્રતિ ચોરસ મીટરના વાર્ષિક ભાવ મુજબનો ચાર્જ મોરબી પાલિકાને હોર્ડિંગ્સ બોર્ડ લગાવનારે ચૂકવવા પડશે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકાના અધર ટેક્સ વિભાગ દ્વારા અગાઉ હોર્ડિંગ્સના ભાડા વસુલ કરવામાં આવતા હતા પરંતુ અંદાજે બેઠી ત્રણ વર્ષથી કોઈપણ કારણોસર હોર્ડિંગ્સ બોર્ડના ભાડા વસૂલવાનું બંધ કરી દેવતા પાલિકાની તિજોરીને લખો રૂપિયાનું નુકશાન પહોંચવાની સાથે મનપડે તેવી જગ્યાએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર હોર્ડિંગ્સ લાગી ગયા છે ત્યારે નવી લાયસન્સ પ્રથાથી નગરપાલિકાને આવક વધવાની સાથે આડેધડ ખડકાતા હોર્ડિંગ્સ ઉપર અંકુશ આવશે તેવું મનાઈ રહ્યું છે.

- text