મોરબી જિલ્લામાં બીજે દિવસે પણ માવઠાનો કહેર 

- text


માળીયા પંથકમાં સવારથી ક્યાંક ઝરફર તો ક્યાંક ઝાપટાં
મોરબી : વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ મોરબી જિલ્લામાં ગઈકાલે માળીયા, વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકામાં માવઠું વરસ્યા બાદ આજે વહેલી સવારથી માળીયા પંથકમાં ક્યાંક ઝરફર તો ક્યાંક ઝાપટારૂપે માવઠું કહેર વરસાવી રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને કારણે સમગ્ર રાજ્યમાં માવઠું કહેર વરસાવી રહ્યું છે. ગઈકાલે સવારથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં માવઠાએ કહેર વરસાવતા ખેડૂતોની તૈયાર જણસ પલળી જતા નુકશાની સહન કરવી પડી છે.
દરમિયાન આજે સવારથી મોરબીના માળીયા તાલુકાના ધરમપુર, ગાળા, ગૂંગણ સહિતના ગામોમાં માવઠું ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા રૂપે વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ચણા, જીરું અને ઘઉં સહિતના શિયાળુ પાકોના વાવેતર ઉપર માવઠું ઝેર બનીને વરસતું હોય ખેડૂતો ચિંતિત બન્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text