મોરબી જિલ્લા ૧૧મી ડિસેમ્બરે લોક અદાલત યોજાશે

- text


મોરબી:મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે વિવિધ કેસોના સ્થળ પર નિકાલ અર્થે આગામી તારીખ 11/12/2021ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેમના તાબા હેઠળ આવેલા વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા(મીં) ખાતે આગામી તારીખ 11/12/2021ના રોજ લોક અદાલતનું આયોજન કરવામા આવ્યું છે.

આ લોક અદાલતમાં અકસ્માત ને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના કેસો, લગ્નસંબંધી ફેમિલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલએઆરના કેસો, હિન્દુ લગ્ન ધારો, મજૂર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વગેરે વિજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મૂકી શકાશે.આ લોક અદાલતમાં હાજર પક્ષકારો અને વકીલોએ કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે.

- text

લોક અદાલત દ્વારા કેસોનુ ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે પક્ષકારોએ વધુ જાણકારી માટે જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય મોરબી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ નો ફોન મારફત સંપર્ક કરવાનો રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text