મોરબી જિલ્લા ભાજપના યુવા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા એ મોરબી જિલ્લા યુવા મોરચાના પદાધીકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.

જેમાં વિધાનસભા સહ યુવા મોરચા મોરબી જિલ્લાના હળવદ ધ્રાંગધ્રાના ઇન્ચાર્જ તરીકે રવિ પટેલ, સહઇન્ચાર્જ તરીકે સંજય વરમોરા, મોરબી-માળિયાના ઇન્ચાર્જ તરીકે હર્ષદ કડીવાર, સહઇન્ચાર્જ તરીકે તરુણ અઘારા, ટંકારા-પડધરીના ઇન્ચાર્જ તરીકે નાગજી વાંસજાળિયા, સહઇન્ચાર્જ તરીકે હિમાંશુ ડોબરીયાની નિમણુંક કરવામાં આવી છે.

- text

વધુમાં, યુવા મોરચા મોરબી જિલ્લાના પ્રમુખ વિશાલ ઘોડાસરા, મહામંત્રી જયદિપ હુંબલ, મહામંત્રી તપન દવે, ઉપપ્રમુખ લાલજી રાઠોડ, જયદિપ સંઘાણી, શિવમ વિરમગામા, બેચર ઘોડાસરા, ધ્રુવકુમારસિંહ જાડેજા, મંત્રી તરીકે રવિ પટેલ, ભગીરથસિંહ ઝાલા, ઉમેશ ગોંધવીયા, રામ ઝીલરીયા, પિયુષ સાણજા, કોષાધ્યક્ષ આકાશ વણોલ, કાર્યાલય મંત્રી મનિષ જીવાણી, કો-ઓર્ડીનેટર પરીમલ ઠકકર, સોસીયલ મીડીયા ઈન્ચાર્જ સંદિપકુમાર અઘારાને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, કારોબારી સભ્યો તરીકે મનિષ ઓગણજા, આનંદ ઘોડાસરા, અરવિંદ વામજા, નિરવ ભાલોડીયા, હિમાંશુ ડોબરીયા, હિમાંશુ પટેલ, અભિજીતસિંહ જાડેજા, દિનકર દેત્રોજા, શનિ સંઘાણી, સાવન વાઘેલા, જયમીન જાની, હસમુખ કૈડ, નૈમિષ પંડીત, અમિત પંડ્યા, ઓમદેવસિંહ જાડેજા, અજય દલસાણીયા, અજયસિંહ જાડેજા, અભિષેક મેઘાણી, ઋત્વિક ઘોડાસરા અને અક્ષય જીવાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text