MCX : ક્રૂડ પામતેલના વાયદામાં 13,770 ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 88,470 ટનના સ્તરે

- text


સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિઃ કોટનના વાયદાના ભાવમાં નરમાઈઃ રબરમાં સુધારોઃ એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 73 પોઈન્ટ, બુલડેક્સ ફ્યુચર્સમાં 92 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 155 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,35,914 સોદાઓમાં કુલ રૂ.12,503.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 92 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 155 પોઈન્ટ તથા એનર્જી ઈન્ડેક્સના ડિસેમ્બર વાયદામાં 73 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 58,091 સોદાઓમાં કુલ રૂ.3,903.80 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,562 અને નીચામાં રૂ.49,270 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.221 વધી રૂ.49,519ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.168 વધી રૂ.39,703 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.41 વધી રૂ.4,936ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,800 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,040 અને નીચામાં રૂ.66,625 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.354 વધી રૂ.66,917 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.313 વધી રૂ.67,028 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.331 વધી રૂ.67,036 બોલાઈ રહ્યો હતો.બિનલોહ ધાતુઓમાં 10,659 સોદાઓમાં રૂ.1,909.28 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2 ઘટી રૂ.208.05 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.35 ઘટી રૂ.270ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.25 ઘટી રૂ.737.75 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.6 ઘટી રૂ.1,511.80 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 27,965 સોદાઓમાં કુલ રૂ.2,147.65 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,031ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,091 અને નીચામાં રૂ.6,025 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.80 વધી રૂ.6,043 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.10 વધી રૂ.384.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,595 સોદાઓમાં રૂ.278.23 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,752ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1752 અને નીચામાં રૂ.1752 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.1,752 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,489ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,500 અને નીચામાં રૂ.18,002 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.38 વધી રૂ.18,338ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,110ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1123.50 અને નીચામાં રૂ.1110 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.15.50 વધી રૂ.1120.70 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.940.40 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.80 ઘટી રૂ.31,680 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,718 સોદાઓમાં રૂ.2,279.16 કરોડનાં 4,609.088 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 42,373 સોદાઓમાં કુલ રૂ.1,624.64 કરોડનાં 242.388 ટનના વેપાર થયા હતા.

- text

બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.298.42 કરોડનાં 14,275 ટન, જસતના વાયદાઓમાં રૂ.178.90 કરોડનાં 6,610 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.930.52 કરોડનાં 12,5800 ટન, નિકલના વાયદાઓમાં રૂ.451.43 કરોડનાં 2,983.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.50.01 કરોડનાં 2,645 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,737 સોદાઓમાં રૂ.1,126.57 કરોડનાં 18,66,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,228 સોદાઓમાં રૂ.1,021.08 કરોડનાં 2,68,13,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 1,267 સોદાઓમાં રૂ.117.80 કરોડનાં 36950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 172 સોદાઓમાં રૂ.7.18 કરોડનાં 75.96 ટન, રબરના વાયદાઓમાં 46 સોદાઓમાં રૂ.0.88 કરોડનાં 48 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,109 સોદાઓમાં રૂ.152.33 કરોડનાં 13,770 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,911.721 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 519.991 ટન, એલ્યુમિનિયમમાં 18,920 ટન, જસત વાયદામાં 9,910 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 17,577.500 ટન, નિકલ વાયદામાં 2,374.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,590 ટન, ક્રૂડ તેલમાં 6,92,700 બેરલ અને નેચરલ ગેસમાં 83,97,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 123675 ગાંસડી, મેન્થા તેલમાં 378.72 ટન, રબરમાં 59 ટન, સીપીઓમાં 88,470 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,925 સોદાઓમાં રૂ.171.24 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 652 સોદાઓમાં રૂ.52.75 કરોડનાં 711 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 993 સોદાઓમાં રૂ.95.88 કરોડનાં 1,149 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 280 સોદામાં રૂ.22.61 કરોડનાં 290 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 211 લોટ્સ, બુલડેક્સ વાયદામાં 1,289 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,287 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,830ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,863 અને નીચામાં 14,771ના સ્તરને સ્પર્શી, 92 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 65 પોઈન્ટ વધી 14,852ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,755ના સ્તરે ખૂલી, 155 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 55 પોઈન્ટ ઘટી 16,644ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો 6,190ના સ્તરે ખૂલી, દિવસ દરમિયાન 73 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 106 પોઈન્ટ વધી 6,245ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 34,679 સોદાઓમાં રૂ.4,093.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.649.13 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.75.13 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,368.32 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text