મોરબી ભરતનગરમાં આવેલ પ્લાયવુડ ફેકટરીમાં આગ લાગી

- text


 

પ્લાયવુડ સીટના ભુક્કામાં મોડીરાત્રે આગ લાગતા ફાયર બ્રિગેડે આગ બુઝાવી

મોરબી : ગત મોડીરાત્રીના મોરબીના ભરતનગર નજીક આવેલ પ્લાયવુડ ફેકટરીમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.

આગના આ બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગતરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ભરતનગર નજીક આવેલ લેમીકોન નામની પ્લાયવુડ કંપનીમાં પ્લાયવુડ સીટના ભુક્કમા આગ લાગતા ફાયર ફાયટર સાથે ટીમ દોડી ગઇ હતી અને આગ બુઝાવી હતી.

- text

આગની ઘટનામાં ફાયર બ્રિગેડ કાફલો સમયસર પહોંચી જતા મોટું નુકસાન કે જાનહાનિ થઈ ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text