મોરબીના રાજપર ગામે ગુરૂવારે આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ

- text


 

મોરબીઃ હાલ દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના રાજપર ગામે આગામી 18 નવેમ્બરના રોજ આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ યોજાનાર છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લાના રાજપર ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આગામી તારીખ 18 નવેમ્બરને ગુરુવારના રોજ સવારે 8 કલાકે આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવો હાજરી આપશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા સર્વેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

મહત્વનું છે કે, રાજ્યમાં આગામી તા.18થી 20મી નવેમ્બર દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય ”આત્મનિર્ભર ગ્રામ યાત્રા”નું આયોજન કરાયું છે. ”આત્મનિર્ભર ગ્રામયાત્રા”નો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતેથી તા. ૧૮મી નવેમ્બરે કરાવશે.

- text