ડમ્પર ચાલકે કારને હડફેટે લઈ ચાલકને ધમકાવ્યો

- text


હળવદ સરા ચોકડી પાસેની ઘટનામાં ડમ્પર ચાલક સહિત બે વ્યક્તિ સામે ફરિયાદ

હળવદ : હળવદ સરા ચોકડી પાસે ડમ્પર ચાલકે કારને હડફેટે લઈ કાર ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ડમ્પર ચાલક સહિત બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મેહુલભાઈ મહેન્દ્રભાઈ ટાપરીયા (ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે. શોકલી તા.વિરમગામ જી.અમદાવાદ) એ આરોપી ડમ્પર ગાડી જી.જે.૩૬.વી.૫૪૬૦નો ચાલક તથા એક અજાણ્યો વ્યક્તી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૨ ના રોજ હળવદ સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલની સામે આરોપી ડમ્પર ગાડીના ચાલકે પોતાનુ ડમ્પર જી.જે.૩૬.વી.૫૪૬૦ વાળુ પુરઝડપે,માણસોની જીંદગી જોખમાઈએ રીતે ચલાવી લાવી હળવદ સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલ સામે ફરીયાદીની હોન્ડા સીટી ગાડી જી.જે.૨.એ.પી.૪૪૭૭ ના ડ્રાઈવર સાઈડ બાજુ ભટકાડેલ અને ફરીયાદીની ગાડીના ડ્રાઈવર સાઈડના દરવાજા બાજુ ઘોબા પાડી દઈ ફરીયાદીને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text