મોરબીના ડોક્ટરની આઈએમએ સૌરાષ્ટ્ર-કચ્છના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વરણી

- text


મોરબીઃ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે આઈએમએના સૌરાષ્ટ્ર-કચ્છના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે મોરબીના ખ્યાતનામ ડોક્ટરની વરણી કરવામાં આવી છે. ડોક્ટર ભાવિન ગામી (સંજીવની હોસ્પિટલ, ફેફસાંના રોગના નિષ્ણાત)ની આઈએમએમાં વરણી થતાં મોરબી આઈએમએ ગર્વની લાગણી અનુભવે છે. અને તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પંડ્યાની હાજરીમાં ગુજરાત મેડિકલ એસોસિએશનનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મોરબીના ડોક્ટર ભાવિન ગામીની ગુજરાત રાજ્યના વેસ્ટ ઝોન (સૌરાષ્ટ્ર-કચ્છ)ના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર ભાવિન ગામી મોરબી આઈએમએમાં પણ અલગ અલગ પદ પર પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમજ કોરોના મહામારીના કપરાં સમયમાં સમાજ ઉપયોગી સેવા માટે વિનામુલ્યે વિવિધ કોરોના સેન્ટરમાં પોતાની સેવા આપી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text