સરકારી કાર્યક્રમના નામે એકમાત્ર એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડની ઘોર અવદશા

- text


તાજેતરમાં હસ્ત કલા મેળા બાદ ક્રિકેટ ગ્રાઉન્ડની પથારી ફરી ગઈ
નિયમિત ક્રિકેટ રમતા અને આર્મી તેમજ પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડની યોગ્ય માવજત કરવાની માંગ કરી

મોરબી : મોરબીના એકમાત્ર એલ ઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં અગાઉ હસ્ત કલા મેળાના આયોજન સામે વિરોધનો સુર ઉઠ્યો હતો. તેમ છતાં આ સરકારી કાર્યક્રમના નામે એકમાત્ર એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડ ઘોર અવદશા થઈ ગઈ છે. તાજેતરમાં હસ્ત કલા મેળો પૂરો થયા બાદ મેદાનની યોગ્ય માવજત ન કરાતા આ ક્રિકેટ ગ્રાઉન્ડની પથારી ફરી ગઈ છે. આથી આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નિયમિત ક્રિકેટ રમતા અને આર્મી તેમજ પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડની યોગ્ય માવજત કરવાની માંગ કરી છે.

મોરબીના એકમાત્ર એલ ઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નિયમિત ક્રિકેટ રમતા અને આર્મી તેમજ પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોએ રોષ સાથે જણાવ્યું હતું કે, શહેરના ખેલપ્રેમીઓ માટે એકમાત્ર એલ.ઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘણા વર્ષોથી કોઈને કોઈ સરકારી કાર્યક્રમોના આયોજનો કરી તેમની ક્રિકેટ રમવાની સુવિધા છીનવી લેવાઈ છે. ત્યારે તાજેતરમાં દિવાળી નિમિતે સરકાર દ્વારા સ્વનિર્ભર લોકોને રોજગારી આપવા માટે આ ગ્રાઉન્ડમાં હસ્ત કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે શરૂઆતમાં જ યુવાનોએ આ સરકારી કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને મેળો આ મેદાનમાં ન યોજવાની માંગ કરી હતી. તેમ છતાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેળો પૂરો થઈ ગયા બાદ મેદાનની ફરી રમવા લાયક બનાવ્યું ન હતું. આ મેદાનમાં ઉકરડાના ગંજ હોય તેમ જ્યાં ત્યાં કચરાના ગંજ ખડકાયા છે. તેમજ કાર્યક્રમ માટે મેદાનને ખોદી નાખ્યા બાદ યોગ્ય લેવિલીગ કરાયું જ નથી.આથી ખેલપ્રેમીઓ અને આર્મી તેમજ પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોની સુવિધા ઝુટવાઈ ગઈ છે. તેથી આ યુવાનોએ ફરી મેદાનને રમવા લાયક બનાવી આપવા તંત્ર સમક્ષ માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text