સરવડની ઉચ્ચ માધ્યમિક શાળાના કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : માળીયા તાલુકાના સરવડ ગામે આવેલ કે.પી. હોથી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયના આચાર્ય નાનજીભાઈ સીણોજીયા તેમજ અંબારામભાઈ સરડવાનો વયનિવૃત્તિ વિદાય સમારોહ શાળા સંચાલક મંડળના પ્રમુખ બેચરભાઈ હોથીના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયો હતો.

- text

આ વયનિવૃત્તિ વિદાય સમારોહમાં શાળા સંચાલક મંડળના સદસ્યો, સ.વ.પ. કન્યા વિદ્યાલય-મોરબીના પૂર્વ પ્રમુખ વલમજીભાઈ, મોરબી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળીયા તાલુકા પંચાયતના સદસ્ય ધનજીભાઈ સરડવા, સરવડના સરપંચ અરુણભાઈ સરડવા, શાળાના ભૂતપૂર્વ નિવૃત સ્ટાફ પરિવાર અને શાળાના વર્તમાન સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજર રહી શાળાના આ બન્ને વયનિવૃત થયેલા કર્મચારીઓને માનભેર વિદાય આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text