મોરબી એસટીને દિવાળી દેખાઈ : દૈનિક આવકમાં બમણો વધારો

- text


એડવાન્સ બુકિંગને જબરો પ્રતિસાદ મળતા દરરોજ સવાલાખનુ કાઉન્ટર : શ્રમિકોને ફેક્ટરીથી ડાયરેક્ટ પીકઅપ કરવાની યોજના પણ સફળ

મોરબી : મોરબીમાં એસટી તંત્રએ દિવાળી નિમિતે ટ્રાફિકના વધુ ઘસારાને પહોંચી વળવા વિશેષ આયોજન કરી દાહોદ, પંચમહાલ, અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના રૂટ ઉપર એક્સ્ટ્રા બસો દોડાવી છે. જો કે હાલ કોરોના મહામારી નહિવત હોય તેવી સ્થિતિ વચ્ચે દિવાળી ઉજવવા અનેરો ઉત્સાહ હોવાથી મોરબી એસટી ડેપો મુસાફરોથી ઉભરાયો છે. આથી દૈનિક આવકમાં બમણો વધારો થયો છે અને એડવાન્સ બુકિંગને જબરો પ્રતિસાદ મળતા દરરોજ સવાલાખનુ કાઉન્ટર ઉપરાંત શ્રમિકોને ફેક્ટરીથી ડાયરેક્ટ પીકઅપ કરવાની યોજના પણ સફળ રહી છે.

મોરબી એસટી ડેપોમાં હાલ દિવાળી નિમતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી મુસાફરોનો ઘસારો ઉત્તરોત્તર વધી રહ્યો છે. દિવાળી અગાઉ રિઝર્વેશનનું કાઉન્ટર રૂ.25 હજારની આસપાસ હતું .જે હાલ સવા લાખને આંબી ગયું છે. 40 ટકા જેવો ટ્રાફિક વધ્યો છે. તા.14 સુધીમાં દરરોજ 3 લાખની આવક હતી. તેમાં પણ વધીને 4 લાખ ઉપર પહોંચી ગઈ છે. તેમાંય ગઈકાલે એક દિવસમાં એસટીને રૂ.7,46,490ની આવક થઈ હતી. એટલે આવક બમણી થઈ છે. આ ઉપરાંત મોરબી એસટી ડેપોએ દિવાળી નિમિત્તે એવી સ્કીમ અમલમાં મૂકી છે કે, જે જગ્યાએ રિઝર્વેશન કરવો એટલે તે જગ્યાએ બસ પિકઅપ કરવા આવશે. આ સ્કીમને સીરામીક ઉધોગ, દાહોદ, ગોઘરા સહિતમાં મજૂરોમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે.

એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, દિવાળી નિમિતે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. આ બસોમાં ભારે ભીડ રહે છે. જેમાં દાહોદ, ગોઘરા, પંચમહાલની હાલ પાંચ એક્સ્ટ્રા બસ દોડવાઈ છે અને 40 બસ તો રેગ્યુલર છે. હજુ જરૂર પડે તો વધુ બસો પણ દોડવામાં આવશે. જ્યારે મોરબી અમદાવાદની મોરબી ડેપોમાંથી 50 ટ્રીપ, મોરબી રાજકોટ વચ્ચે 100 થી વધુ ટ્રીપ, મોરબી જામનગર વચ્ચે 25 જેટલી ટ્રીપ વધારે દોડે છે. આમ 24 કલાકમાં 700 જેટલી ટ્રીપનો મોરબી એસટી બસ સ્ટેન્ડમાં અવરજવર રહે છે. અગાઉ 8 થી 10 હજાર મુસાફરો હતા. એમાં હવે દિવાળી નિમિતે 15 હજાર જેટલા મુસાફરો થઈ ગયા છે. ઓનલાઈન અને ડાયરેક્ટ બસ સુવિધામાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને હજુ પણ મુસાફરો વધશે એટલે જરૂર જણાય ત્યાં વધુ બસો મુકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text