હળવદમાં ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક આયુર્વેદ-હોમિયોપથી નિદાન-સારવાર કેમ્પ યોજાયો

- text


હળવદ : રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ધન્વન્તરિ જયંતી (ધનતેરસ) ના દિવસે હળવદમાં સરકારી આયુર્વેદ દવાખાના ખાતે ધન્વંતરિ યજ્ઞ તેમજ નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.

નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારી – મોરબીના માર્ગદર્શન હેઠળ તા. 2ના રોજ છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી અંતર્ગત ધન્વન્તરિ જયંતી (ધનતેરસ) ના શુભ દિવસે સરકારી આયુર્વેદ દવાખાના હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ તેમજ નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા ખાસ ઉપસ્થિત રહ્યા.

જેમાં ધન્વંતરી પ્રાગટ્ય દિન નિમિતે ધન્વંતરી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ હતું. છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની થીમ “આયુર્વેદ ફોર પોષણ” અંતર્ગત વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દિનચર્યા, રૂતુચર્યા, વિરૂધ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ, યોગનુ મહત્વ તથા યોગાભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપવામાં આવી હતી.

વિવિધ આયુર્વેદ ઔષધિઓનુ પ્રદર્શન- તથા હર્બલ ગાર્ડનમાં ઉપલબ્ધ વનસ્પતિઓની લોકોને સમજ આપવામાં આવી હતી. 0થી 5 વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર આપવામાં હતા. સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા આપવામાં આવી હતી. હોમીયોપેથી સારવાર આપવામાં આવી હતી. સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ – “હર્બલ ડ્રીંક” નુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

રૂતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. કુલ આશરે 1250 જેટલા લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. તેમ વૈદ્ય પ્રવિણ વડાવિયા – જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text