અંતે વડોદરા-લાકડીયા વીજ લાઇન મુદ્દે હળવદ ધારાસભ્ય સાબરીયા મેદાને

- text


જમીન સંપાદનમાં વળતરમાં અન્યાય મુદ્દે ખેડૂતોને સાથે રાખી મુખ્યમંત્રીને રજુઆત કરી

હળવદ : વડોદરાથી લાકડીયા સુધી નાખવામાં આવી રહેલ વીજ લાઈન હળવદમાંથી પસાર થઇ રહી છે જેથી પાછલા ઘણા સમયથી હળવદ પંથકના ખેડૂતો યોગ્ય વળતર મળે તે માટે થઈ આ વીજ લાઈનનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ખેડૂતોના પ્રતિનિધિઓને સાથે રાખી ધારાસભ્યએ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી સાથે બેઠક કરી હતી. અને બેઠકના અંતે મુખ્યમંત્રીએ હળવદના ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા થી લાકડીયા સુધી વીજ લાઇન નાખવામાં આવી રહી છે આ વીજ લાઈન હળવદમાંથી પણ પસાર થતી હોય જેથી ખેડૂતોની જમીનમાં ટાવર ઊભા કરવામાં આવે છે. જેની સામે ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોય જેથી અગાઉ ખેડૂતો તાલુકા અને જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી અનેકવાર આ વીજ કંપની દ્વારા કરવામાં આવી રહેલ કામને અટકાવવામાં આવ્યું હતું અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામ ન કરવા દેવાની ખેડૂતોએ ચીમકી આપી હતી.

આ મામલે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં ખેડૂતોના પ્રતિનિધિઓને સાથે રાખી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલ સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી સાથે જ રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ તેમજ ઉર્જા સચિવ મમતાબેન વર્મા, મુખ્યમંત્રીના અધિક સચિવ પંકજભાઈ જોશી સાથે પણ મુલાકાત કરી ખેડૂતોની રજૂઆતો કરવામાં આવી હતી.

- text

આ રજૂઆત અને મુલાકાત બાદ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોની જે માંગ છે કે કચ્છના ખેડૂતો ને જે વળતર મળ્યું તે પણ હળવદના ખેડૂતોને ચૂકવવામાં આવે જેથી આ બાબતે મુખ્યમંત્રીએ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સુચનાઓ પણ આપી હોવાનું જાણવા મળ્યું છે. જેથી હાલ તો લાગી રહ્યું છે કે પાછલા ઘણા સમયથી હળવદના ખેડુતો જે યોગ્ય વળતરની માંગને લઈ વિરોધ નોંધાવી રહ્યા હતા તેનો સુ:ખદ અંત આવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text