રાજ્યમાં પાન ઈન્ડીયા અવરનેશ એન્ડ આઉટરીચ કેમ્પઈનના માધ્યમથી કાનૂની જાગૃતિનો પ્રયાસ

- text


‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા મહત્તમ લોકોને કાનૂની સાક્ષરતા આપવામાં આવી

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા હાથ ધરાયેલ પાન ઈન્ડીયા અવરનેશ એન્ડ આઉટરીચ કેમ્પઈનના માધ્યમથી કાનૂની જાગૃતિનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.

હાલમાં ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (નાલસા) નવી દિલ્હીના એકઝીકયુટીવ ચેરમેન યુ.યુ. લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિ:શુલ્ક અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતાની માહિતી પહોંચે તે માટે 44 દિવસનું “પાન ઈનડિયા અવરનેશ એન્ડ આઉટરીચ કેપેઈન” તા. 02/10/2021 થી તા. 14/11/2021 દરમ્યાન હાથ ધરવામાં આવેલ છે.

આ અંતર્ગત ગુજરાત રાજયમાં આવેલ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઈન ચીફ તથા મુખ્ય ન્યાયમુર્તિ અરાવિંદકુમાર તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમુર્તિ આર.એમ, છાયા તથા ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના ચેરમેન, ન્યાયમુર્તિ સોનીયાબેન ગોકાણીના સતત માર્ગદર્શન હેઠળ આ કેમ્પઈન સમગ્ર ગુજરાત રાજય અને ખાસ કરીને દરેક ગામોમાં જે તે જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જે તે તાલુકાની તાલુકા સેવા સમિતિઓ મારફતે હાથ ધરવામાં આવી રહેલ છે.

જે અંતર્ગત રાજયના તમામ જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેનલ એડવોકેટ, પેરા લીગલ વોલન્ટીયર્સ, લો ટુડન્સ તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જેમ કે આંગણવાડી બહેનો વિગેરે મારફતે આ અંગે ગામે ગામ ડોર ટુ ડોર કેમ્પઈન મોબાઈલ વાન મારફતે હાથ ધરવામાં આવી રહેલ છે અને આ કેમ્પઈન દ્વારા લોકોને મફત કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતા બાબતે જાગૃત કરવામાં આવી રહેલ છે. તદઉપરાંત સામાન્ય લોકોને સ્પર્શતા કાયદાકીય પ્રશ્નો અંગે કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવી રહેલ છે.

આ કેમ્પઈનમાં રાજયના તમામ જિલ્લાના જિલ્લા ન્યાયાધિશો તથા ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનાઓ પણ સંનિષ્ઠ પ્રયાસો કરી રહેલ છે અને વધુમાં વધુ કાનૂની જાગૃતિ ફેલાય તે માટે તમામ પ્રયત્નો કરી રહેલ છે. આ કેમ્પઈનનો ઉદ્દેશ સમગ્ર ગુજરાતના દરેક ગામોમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલન્ટીયર્સની ટીમ તબકકાવાર ત્રણ વખત જઈ લોકોને તેઓના કાનૂની અધિકારોથી જાગૃત કરે તેમ છે.

- text

તા. 02/10/2021 થી તા. 25/10/2021 સુધીમાં ગામે ગામ જઈ ડોર ટુ ડોર કેમ્પઈન કરી આજ સુધી પ્રથમ તબકકામાં તમામ ૧૮૫૪૧ ગામડા તથા બીજા તબકકાની ૪પપપ ગામડા ફરી કુલ ૨,૨૧,૪૫,૯૭૦ લાભાર્થીઓનો લોક સંપર્ક કરેલ છે અને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ આ સમય દરમ્યાન ૧૧૪૧૩ કાનૂની શિક્ષણ શિબિરો ૧૦૬૯૮ ગામડાઓમાં યોજી ૧૪,૪૫,૭૦૫ લાભાર્થીઓને કાનૂની પ્રશિક્ષણ પુરૂ પાડેલ છે. તેમજ ૩૪૭ મોબાઈલ વાનનો ઉપયોગ કરી સમગ્ર રાજયમાં ૭૪૭૪ ગામડા ફરી ૬૦,૮૨,૮૮૫ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ ૭૦૩ લીગલ એઈડ કલીનીકમાં ૭૩૯ કાનૂની જાગૃતિ યોજી ૨,૫૪,૫૩૦ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાચતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. વધુમાં સોશીયલ મીડીયા પ્લેટફોર્મ જેવા કે, ફેસબુક, યુ ટ્યુબ, ટી.વી., રેડીયોના માધ્યમથી ૬૬૦ જાગૃતિ કાર્યક્રમો યોજી ૩,૦૧,૧૪,૪૩૮ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. તેમજ વિવિધ જિલ્લાઓમાં વિવિધ તારીખોએ મેગા લીગલ સર્વીસીસ કેમ્પ, એકઝીબીશન, રેલી, સ્ટોલ વિગેરેનું આયોજન કરી ૨૮૪ પ્રોગ્રામ યોજી ૨૧૪૬૯૩૯ લોકોને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે. આમ કુલ ૩૭૩૭ વિવિધ કાર્યક્રમો યોજી રાજ્યના તમામ ગામડાઓમાં ફરી મહતમ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવેલ છે.

આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આકાશવાણી, વિવિધ રેડીયો ચેનલ તથા દુરદર્શન પર આ કેમ્પઈન દરમ્યાન વિવિધ તારીખોએ કાનૂની સેવા સત્તામંડળો દ્વારા આપવામાં આવતી મફત અને અસરકારક કાનૂની સેવાઓ તથા સામાન્ય વ્યકિતને સ્પર્શે તેવા કાનૂની વિષયો ઉપર કાયદાના નિષ્ણાતો મારફતે ટોકશોમાં (સવાલ-જવાબ)નું આયોજન કરેલ છે. જે અન્વયે પણ મહત્તમ લોકો સુધી કાનૂની સાક્ષરતા અને તેમના અધિકારો વિશે માહિતી પહોંચાડવાનો એક સુંદર અભિગમ હાથ ધરવામાં આવેલ છે.

ઉપરાંત અન્ય દૃશ્ય, શ્રાવ્ય માધ્યમો થકી પણ આ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેમાં વિવિધ સોશિયલ મીડીયા એપ, રેડીયો ચેનલ, ડીઝીટલ મીડીયા વિગેરે થકી કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, ૧૯૮૭ હેઠળ કોને અને કેવી રીતે કાનૂની સહાય મળી શકે તેની જાણકારી આપવામાં આવે છે.

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઈન ચીફ ન્યાયમુર્તિ અરાવિંદકુમાર, ચીફ જસ્ટીશ ગુજરાત હાઈકોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમુર્તિ આર.એમ. છાયા તથા ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના ચેરમેન, ન્યાયમુર્તિ સોનીયાબેન ગોકાણી દ્વારા તમામ નાગરિકોને યાદીમાં અપીલ કરવામાં આવેલ છે કે કોઈપણ પ્રકારના કાનૂની પ્રશ્ન, કાનૂની મુંઝવણ, કાનૂની સહાય કે કાનૂની સલાહ માટે નજીકના કાનૂની સેવા સંસ્થાનો સંપર્ક કરવો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text