આગામી મતદાર યાદી સુધારણા ઝુંબેશને અનુલક્ષી મતદારોને જાગૃત કરાયા

- text


મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગ મતદારોને મતદાર યાદી સુધારણા અભિયાન અંગેની સમજ અપાઇ
આગામી તા.૧૪, ૨૧, ૨૭ અને તા.૨૮ નવેમ્બરના રોજ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે

મોરબી : આગામી નવેમ્બર માસમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ખાસ ઝુંબેશ ચલાવી મતદારયાદી સુધારણા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમમાં વધુમાં વધુ મતદારો ભાગ લે તે માટે મતદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મતદાર યાદી સુધારણા ઝુંબેશના કાર્યક્રમની જાણ લોકોને થાય તેમજ વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને તે હેતુથી દિવ્યાંગ મતદારોને પોતાના નામ મતદારયાદીમાં ઉમેરવા, સુધારવા તથા કમી કરવા વિગેરેની કામગીરી અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત VHA, NVSP દ્વારા ઓનલાઇન પણ લોકો હક્ક દાવાઓ, વાંધા અરજીઓ રજૂ કરી શકશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-મોરબીના દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ “વિકાસ વિદ્યાલય –મોરબી”ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારોને પણ પોતાના હક્કો અંગે જાગૃત કરાયા હતા. વધુમાં ટોલ ફ્રી નંબર ૧૯૫૦ દ્વારા મતદારયાદી સબંધે જાણકારી મેળવવા ઉપરાંત ચૂંટણીકાર્ડ કઢાવવા માટે મતદાર સુવિધા કેન્દ્રનો સંપર્ક કરી શકશે તેવી માહિતી ઉપલબ્ધ કરાવાઇ હતી.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, એસ.એમ.કાથડ દ્વારા જણાવાયું કે, મતદારો તા.૧૪/૧૧/૨૦૨૧ (‌રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન બુથ લેવલ ઓફિસર પાસે પોતાના મતદાન મથક પર સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી મતદારયાદી સુધારણા અંગેની કાર્યવાહી કરી શકશે.

- text

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જે.બી.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એમ. કાથડ અને મતદારયાદી નાયબ મામલતદાર જી.વી. મનસુરીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text