મોરબીના ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ફટાફટ ઉકેલવા રાજ્યમંત્રી મેરજાનો આદેશ

- text


ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના અધિકારી અને ચીફ ઓફિસરની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક યોજાઈ : વાડી વિસ્તારના પાણી ગટરનો પ્રશ્ન પણ હલ થશે

મોરબી : મોરબી શહેરના સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો સત્વરે હાથ ધરવાની સાથે -સાથે વાડી વિસ્તારના ભૂગર્ભ ગટર અને પાણી પ્રશ્નનો ઉકેલ લાવવા ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના અધિકારી અને ચીફ ઓફિસરની હાજરીમાં મહત્વની બેઠક યોજી ફટાફટ કામગીરી હાથ ધરવા આદેશ આપ્યો હતો.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના જણાવ્યા મુજબ ગઈકાલે ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના અધિકારી પારસ સંઘવી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં મોરબીના સ્ટ્રોમ વોટર, ડ્રેનેજના કામોમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય વહેલી તકે કામગીરી હાથ ધરી પ્રશ્ન ઉકેલવા આદેશ આપ્યો હતો.

- text

આ ઉપરાંત નગરપાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં મળેલી આ બેઠકમાં મોરબીના વાડી વિસ્તારના ખૂટતી કડીના વોટર વર્કસ અને ડ્રેનેજના કામોને પણ અગ્રતાના ધોરણે હાથ ધરી પ્રજાલક્ષી કામગીરી સત્વરે હાથ ધરવા જરૂરી સૂચના આપી હતી.આમ, મોરબીના વર્ષો જુના પ્રશ્નો અંગે રાજ્યમંત્રી મેરજા દ્વારા ગાંધીનગરથી પુશઅપ શરૂ કરાતા વણઉકેલ પ્રશ્નોનો નિવેડો આવે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text